મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

અમદાવાદમાં પાણી ભરાવા મામલે AMC ની નફ્ફટ દલીલ, આખા વર્લ્ડમાં પાણી ભરાય છે…. રણમાં વરસાદ આવે તો ત્યા પણ પાણી ભરાય…. Video

અમદાવાદમાં વહેલી સવારે વરસેલા 2 થી ત્રણ ઈંચ વરસાદમાં આખેઆખુ શહેર પાણી-પાણી થઈ ગયુ છે. સવારે સ્કૂલે જતા બાળકો, સહિત કામ-ધંધે અને ઓફિસે જતા લાખો લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

TV9 ગુજરાતી