કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
કચ્છમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, 7 મજૂરોના કરૂણ મોત, અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
કચ્છ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ટ્રક અને પિકઅપ વાહન (બોલેરો કેમ્પર) વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સાત શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી