અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં AMC નું પાપ ખુલ્લુ પડ્યુ, ઠેકઠેકાણે ગટરોના ઢાંકણા ખુલ્લા-તૂટેલા જોવા મળ્યા- Video
અમદાવાદમાં શનિવારે બપોર બાદ પીપળજ રોડ પર 9 વર્ષની માસૂમ બાળકી AMC ની બેદરકારીના પાપે ખુલ્લી ગટરમાં ખાબકી અને હજુ સુધી ભાળ મળી નથી.
TV9 ગુજરાતી
“જીવતી કે મરેલી મને મારી દીકરી લાવી આપો, મારે બીજુ કંઈ નથી જોઈતુ..” ગટરમાં પડેલી બાળકીની માતાનો વલોપાત … 24 કલાક બાદ નથી મળ્યો કોઈ પત્તો
અમદાવાદમાં શાસ્ત્રીબ્રિજથી પીપળજ તરફ જતા રોડ પર દેવ ફાર્મ નજીકથી 30 થી 35 ફુટ ઊંડી ગટરલાઈનની ખુલ્લી ચેમ્બરમાં એક બાળકી ખાબકી હતી.
TV9 ગુજરાતી